રાજકોટમાં કોલેજ જતી MBAની વિદ્યાર્થીનીને કન્ટેનર ચાલકે કચડી નાખી… દીકરીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત…

રાજકોટમાં બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. ઘટનામાં MBAની એક વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે બની હતી. અહીં એક કન્ટેનર ચાલકે વિદ્યાર્થીનીને કચડી નાખી હતી.

આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીની બહેનપણી ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી યુવતીનું નામ હેત્વી વિજયભાઈ ગોરવાડિયા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. હેત્વી સવારના સમયે પોતાની બહેનપણી સાથે કોલેજે જવા માટે નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

ઘટનામાં એક કન્ટેનર ચાલકે બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટનામાં હેત્વીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણસર તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. હાલમાં ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટના બન્યા બાદ કન્ટેનર ચાલક ઘટનાસ્થળે કન્ટેનર મૂકીને ફરાર થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*