મોડી રાત્રે હોસ્પિટલ જતા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી ડમ્પર ચાલકે કચડી નાખ્યા… પોલીસ કોન્સ્ટેબલનું રીબાઈ રિબાઈને કરુણ મોત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે સોમવારના રોજ મોડી રાત્રે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કલેકટર કચેરીથી હોસ્પિટલ જઈ રહેલા એક પોલીસ કર્મચારીને રોંગ સાઈડમાં આવતા ઝડપી ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલની ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનાનો શિકાર બનેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ યશવંત યાદવ હતું. મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ યશવંત યાદવ સોમવારના રોજ કોઈ કામથી હોસ્પિટલ ગયા હતા. ત્યારે રાત્રે લગભગ 1.05 વાગ્યાની આસપાસ રોંગ સાઈડમાં જઈ રહેલા એક ઝડપી ડમ્પરે યશવંત યાદવને કચડી નાખ્યા હતા.

અકસ્માત આટલો ભયંકર હતો કે યશવંત યાદવનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યશવંત યાદવના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ વાતના સમાચાર મૃત્યુ પામેલા યશવંત યાદવના પરિવારજનો અને સગા સંબંધીઓને મળતા જ તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*