અમદાવાદમાં 17 વર્ષના દીકરા પૃથ્વીરાજનું બ્રેઇનડેટ થતા, પરિવારે દીકરાનું અંગદાન કરીને માનવતા મહેકાવી… 2 લોકોને નવું જીવન મળ્યું…

આજકાલ સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે અંગદાનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્યમાં સુરત બાદ સૌથી વધારે અંગદાન અમદાવાદમાં થઈ રહ્યું છે. માં અંબાની ભક્તિના સૌથી મોટા પર્વ નવરાત્રીનું પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 13 મું અંગદાન થયું છે.

ખોરજના 17 વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. 10 મી ઓક્ટોબરના રોજ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા પૃથ્વીરાજસિંહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

17 વર્ષના આ યુવાનની સઘન સારવાર હાથ ધરવામાં આવી હતી. ચાર દિવસની મહેનત બાદ અંતે તબીબો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા કાઉન્સેલર્સ દ્વારા પૃથ્વીરાજસિંહ ના પિતા ધર્મેન્દ્રસિંહ રાઠોડને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી હતી.

આ પ્રેરણાથી પ્રેરાઈને તેમણે પોતાના વ્હાલસોયા દીકરાના અંગોનુ દાન કરીને અન્યના જીવનમાં આહલેખ પ્રસરવાનો નિર્ણય કર્યો હતો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બંને કિડની નો દાન મેળવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષના યુવકના અંગદાને બે લોકોને નવી જિંદગી આપી છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 137 અંગદાનમાં 437 અંગો મળ્યા છે, જેના થકી 420 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*