રાજકોટમાં બનેલી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. આ ઘટના વહેલી સવારે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બની હતી. ઘટનામાં એક ટ્રક ચાલકે બાઇકને અડફેટમાં લીધી હતી. જેના કારણે બાઈક પર સવાર વિદ્યાર્થીનીનું કરુણ મોત થયું હતું.
જ્યારે બાઈક પર સવાર અન્ય એક વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, હેતવી અને જીનીષા નામની વિદ્યાર્થીનીઓ સવારે 7.45 વાગ્યાની આસપાસ કોલેજ જઈ રહી હતી. આ દરમિયાન ઝડપી ટ્રક ચાલકે બંને વિદ્યાર્થીનીઓને અડફેટેમાં લીધી હતી.
અકસ્માતની ઘટનામાં હેતવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે જીનીષા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતના દોઢ કલાક પસાર થઈ ગયા બાદ 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પછીના દોઢ કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment