રાત્રે ઢાબા પરથી જમીને ઘરે જતા પિતા અને 4 વર્ષની માસુમ બાળકીને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… પત્નીની નજર સામે પતિ અને દીકરીનું કરુણ મોત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મોડી રાત્રે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં બાઈક પર સવાર થઈને ઘરે જઈ રહેલા પિતા અને માસુમ દીકરીને રસ્તામાં ભયંકર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં પિતા અને દીકરીનું એક સાથે ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

આ વાતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર પિતા પોતાની દીકરી સાથે મોડી રાત્રે ઢાબા પરથી જમીને રાત્રે ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતા એક ઝડપી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો કાંઈ સમજે તે પહેલા તો બાપ દીકરીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ટ્રક ચાલકની શોધખોળ કરી રહે છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 37 વર્ષના સુનિલભાઈ રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા. અહીં જમીને તેઓ લગભગ રાત્રે બાર વાગ્યાની આસપાસ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સુનિલભાઈ અને તેમની ચાર વર્ષની દીકરી એક જ બાઈક પર સવાર હતા.

જ્યારે સુનિલભાઈની પત્ની અને તેમના ભાભી એકટીવા હતા. આ દરમિયાન રસ્તામાં ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે સુનિલભાઈની પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે સુનિલભાઈ અને તેમની ચાર વર્ષની દીકરીનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

પત્નીની નજર સામે જ પતિનું અને ચાર વર્ષની માસુમ દીકરીનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*