કોઠારા ગામના 33 વર્ષના યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઈડ પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…

આજકાલ ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંનોદ તાલુકાના કોઠારા ગામના યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

યુવકના સુસાઇડ પાછળનું કારણ જાણીને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર યુવક પગપાળા અંબાજી ગયો હતો. આ દરમિયાન યુવકને પગની તકલીફ થઈ ગઈ હતી. જેના કારણે તેને પોતાના પગની તકલીફથી કંટાળીને ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું.

મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનાર યુવકનું નામ રણજીતભાઈ રમેશભાઈ બારીયા હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી. આ ઘટનાને લઈને સુસાઇડ કરનાર યુવકના ભાઈએ રાજપીપળા પોલીસને જણાવ્યું કે, તેનો ભાઈ રણજીત કોઠારા થી અંબાજી મંદિરે સંઘમાં ચાલતો ચાલતો ગયો હતો.

આ દરમિયાન તેના ડાબા પગમાં ઇન્ફેક્શન થયું હતું. જેના કારણે તેના ડાબા પગનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યા બાદ રણજીતથી સરખું ચાલી શકાતું ન હતું અને આ વાત તેના મનમાં લાગી ગઈ હતી.

પોતાના પગના દુખાવાથી કંટાળીને રણજીતે ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*