છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં રાજકોટના 33 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટના બનતા જ યુવકના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રાજકુમાર આહુજા હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી.
રાજકુમાર રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતો હતો. જાણવા મળી રહ્યું છે કે, ગઈકાલે અચાનક જ તે બેભાન થઈ ગયો હતો. પછી પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રાજકુમારની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારબાદ રાજકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટરના પ્રાથમિક કારણ અનુસાર રાજકુમારનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ સતત વધી રહી છે.
મહેસાણામાં પણ આવી જાય કે ઘટના બની હતી. અહીં પ્રી-નવરાત્રીમાં ગરબા લેતી 23 વર્ષીય યુવતી અચાનક જ ઢળે પડી હતી ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ યુવતીને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં પણ ડોક્ટરના પ્રાથમિક કારણ અનુસાર યુવતીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment