દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એક યુવક પોતાના મિત્રોને પોતાના જન્મદિવસની પાર્ટી આપવા માટે બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
યુવકનું મોત થતા જ ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મોતના સમાચાર મળ્યા બાદ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હોત. આ અકસ્માતની ઘટના ફિરોઝાબાદ માંથી સામે આવી રહી છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ દુષ્યંત હતું અને રવિવારના રોજ તેનો 27 મો જન્મદિવસ હતો. જેના કારણે ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ તે પોતાના મિત્રોને જન્મદિવસની પાર્ટી આપવા માટે બાઈક લઈને બહાર જવા માટે નીકળ્યો હતો.
આ દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહને તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે દુષ્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જન્મદિવસના દિવસે જ દીકરાના મોતના સમાચાર મળતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment