ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકોટ અને સુરત શહેરમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક ઘટના સામે આવી રહી છે. સુરતમાં હાર્ટ એટેક આવવાના કારણે 28 વર્ષના યુવકનું કરુણ મોત થયું છે.
મળતી માહિતી અનુસાર ઇચ્છાપોરમાં અમર રાઠોડ નામનો 28 વર્ષનો યુવક માતાજીની મૂર્તિ લેવા માટે ગયો હતો. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું કરુણ મોત થયું હતું. યુવકનું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી અનુસાર અમર નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા માટે ગયો હતો. આ દરમિયાન તેનું મોત થયું હતું. તે હીરાના કંપનીમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં તેનો દીકરો અને પત્ની છે. આ ઘટના બનતા જ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે. ત્યારે તમામ ગુજરાતીઓને એક સૂચના આપવા માંગે છે કે ગરબા રમતી વખતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખજો. આ ઉપરાંત છાતી પર ભાર પડે અથવા તો ચક્કર આવે તો ગરબા રમવાનું તરત બંધ કરી દેજો.
ઉપરાંત ગરબા રમતી વખતે પાણી લીંબુ પાણી અથવા તો જ્યુસ પીવાનો આગ્રહ વધારે રાખજો. આ ઉપરાંત જો કોઈને પહેલેથી જ હૃદય રોગની સમસ્યા હોય તો તે ગરબા રમવાનું ટાળજો. ઉપરાંત ગરબા રમતા પહેલા ભર પેટ ખોરાક ન લેતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment