મીની બસ આગળ જતા કન્ટેનરની પાછળ ઘૂસી જતા સર્જાયો ભયંકર અકસ્માત… 12 લોકોના દર્દનાક મોત… રોડ પર લાશોનો ઢગલો થઈ ગયો…

સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી મીની બસ કન્ટેનર સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની ઘટના મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે ખાનગી બસમાં 35 મુસાફરો સવાર હતા. મુંબઈથી લગભગ 350 કિલોમીટર દૂર 12:30 વાગ્યાની આસપાસ આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર બસ ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે બેકાબુ બનેલી બસ કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. અકસ્માતની ઘટના એટલી ભયંકર હતી કે નજરે જોનાર લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં 5 પુરુષો 6 મહિલાઓ અને એક સગીર વયની છોકરીનું મોત થયું છે.

જાણવા મળી રહ્યું છે ઉપરાંત અકસ્માતની ઘટનામાં 23 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો નાસિકના રહેવાસી હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*