સુરતમાં મેટ્રોમાં કામ કરતા 23 વર્ષના યુવકનું દર્દનાક મોત… પિતાના મૃત્યુના 6 મહિના બાદ દીકરાનું મોત થતા… હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મેટ્રોમાં કામ કરતા એક યુવકનું કરુણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, યુવક મેટ્રો ઓવરબ્રિજ પર કામ કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તેનો પગ પછી હતો. જેના કારણે તે ઓવરબ્રિજ પરથી નીચે પડ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાં યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ દિનેશ ચૌધરી હતુ અને તેની ઉંમર 23 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે યુવકનું મૃત્યુ થઈ ગયા બાદ તેના મૃતદેહને તેના વતન મોકલી આપવામાં આવ્યું હતું.

જાણવા મળી રહ્યું છે કે દિનેશ એક મહિના પહેલા કમાવવા માટે સુરતમાં આવ્યો હતો. દિનેશના એપ્રિલ મહિનામાં લગ્ન થવાના હતા. પરંતુ તે પહેલા તો તેનું કરુણ મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

દિનેશના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં હોબાળો મચી ગયો હતો. પરિવારના સભ્યોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે દિનેશના પિતાનું છ મહિના પહેલા બીમારીના કારણે મોત થયું હતું. પિતાના મૃત્યુના છ મહિના બાદ દીકરાનું મોત થતા જ હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*