રખડતા ઢોરના કારણે 16 વર્ષના વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો… માં-બાપે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરના કારણે અકસ્માત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં રખડતા ઢોરના કારણે માસુમ લોકોના મોત થતા હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સ્કુટી સાથે બે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં સ્કૂટી પર સવાર વિદ્યાર્થીનું કરુણ મોત થયું હતું.

આ ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે. અહીં ધોરણ 11 માં ભણતો એક વિદ્યાર્થી સ્કૂટી પર સવાર થઈને જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેની સ્કુટી સાથે બે ગાય અથડાય હતી. જેના કારણે વિદ્યાર્થી અકસ્માતનો શિકાર બન્યો હતો.

આ કારણોસર વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. માત્ર 16 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખલતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલો દીકરો તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો.

મળતી માહિતી અનુસાર ધોરણ 11 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શુક્રવારના રોજ બપોરના સમયે શાળાએથી ઘરે પરત ફર્યો હતો. પછી તે સ્કૂટી લઈને પોતાના દાદા પાસે જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેની સ્કૂટી સાથે બે ગાય અથડાઈ હતી. જેના કારણે વિદ્યાર્થી અકસ્માતનો શિકાર બન્યો હતો.

ઘટનામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને આસપાસના લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે વિદ્યાર્થીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*