ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં ઉપલેટામાં પાણીમાં ડૂબી જવાના કારણે કાકા-ભત્રીજાનું એક સાથે કરુણ મોત થયું છે. ઘટના બનતા જ તેમના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઉપલેટામાં મોજ નદીના કાંઠે આવેલ ભૂતડા દાદાના મંદિર પાસે રબારી ભુપતભાઈ રાણાભાઈ ભારાઈનું ખેતર આવેલું છે. અહીં ખેતરમાં તેઓ ભેંસો રાખે છે. આ દરમિયાન તેમની એક ભેંસ નદીમાં ઉતરી હતી અને તે પાણીમાં ડૂબવા લાગી હતી. આ દ્રશ્યો જોતા જ વાડીમાં રહેલા 51 વર્ષના ભુપતભાઈ રાણા અને તેમનો 17 વર્ષનો ભત્રીજો પરેશ બંને નદીમાં ઉતર્યા હતા.
આ દરમિયાન કાકા ભત્રીજો બંને નદીમાંથી રેતી કાઢવામાં આવેલ ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા. જેના કારણે બંને પાણીમાં ડૂબા લાગ્યા હતા. પાણીમાં ડૂબી જવાના કારણે કાકા ભત્રીજાનું એક સાથે રીબાઈ રિબાઈને કરુણ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ નદીમાં ડૂબી ગયેલા કાકા ભત્રીજા ની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન સૌપ્રથમ નદીમાંથી ભુપતભાઈનું મૃતદેહ મળી આવ્યું હતું અને થોડીક વાર બાદ તેમના ભત્રીજા પરેશનું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ દુખદ ઘટના બનતા જ મૃતકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. એક જ દિવસે કાકા-ભત્રીજાનું મોત થતા પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment