પૂરપાડ ઝડપે જતી કાર પથ્થરથી ભરેલા ટ્રક સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત… કારમાં સવાર વેપારી અને મેનેજરનું દર્દનાક મોત…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કાર ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે કાળજુ કંપાવી દેનારો ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વેપારી અને તેના મેનેજરનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે વેપારીનો દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના જોધપુરમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી tata nexon કાર પથ્થરથી ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયું હતું. અકસ્માતની ઘટનામાં જોધપુરના વેપારી અને તેના મેનેજરનું મોત થઈ ગયું હતું. વિગતવાર વાત કરીએ તો, 50 વર્ષીય બિઝનેસમેન મનોજ કાંકરિયા તેમના દીકરા અને તેમના મેનેજર સાથે કારમાં જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કારે ટ્રક સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં મનોજભાઈ અને તેમના મેનેજરનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે મનોજભાઈ નો 24 વર્ષનો દીકરો ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે મનોજભાઈનો દીકરો જ કાર ચલાવી રહ્યો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે, નજરે જોનાર લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા હતા. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*