એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીથી કંટાળીને પરિણિત મહિલાએ ઝેરી દવા પીને સુસાઈડ કર્યું… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ ઘટનામાં એક પરિણીત મહિલાએ પોતાના એક યુવકના ત્રાસથી કંટાળીને સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર પરિણીત મહિલાને બદનામ કરવા માટે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ઈન્સ્ટાગ્રામ પર યુવતીનો ફોટો પોસ્ટ કર્યો હતો અને કોમેન્ટમાં આઇ લવ યુ લખ્યું હતું.

એટલું જ નહીં પરંતુ પાગલ પ્રેમી યુવતીને ધમકી આપતો હતો કે જન્મદિવસના દિવસે તેના ભાઈનો જીવ લઈ લેશે. જેના કારણે યુવતીએ ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જીવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના રાજસ્થાનના જયપુરમાંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં સુસાઈડ કરનાર યુવતી નું નામ મનીષા હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. મનીષાના લગ્ન 24 નવેમ્બર 2021 ના રોજ થયા હતા. મનીષા ના પતિનું નામ જીતેન્દ્ર છે. જાણવા મળી રહ્યું છે કે 15 જુલાઈના રોજ મનીષા નો જન્મદિવસ હતો. ત્યારે સવારે 9:00 વાગ્યાની આસપાસ મનીષા એ ઘરમાં ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ મનીષાની તબિયત બગડી ગઈ હતી અને પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન 16 જુલાઈના રોજ મનીષાનું મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાની માતાએ પૂરણ નામના યુવક વિરુદ્ધ સુસાઈડ કરવા ઉશ્કેરવાનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, મનીષાના લગ્ન થઈ ગયા બાદ એક તરફી પ્રેમમાં પાગલ બનેલો પુરણ તેનો પીછો કરતો હતો અને તેને હેરાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ મનીષા ના પરિવારના સભ્યોએ પુરણને સમજાવ્યો પણ હતો. છતાં પણ તે મનીષાને ત્રાસ આપવાનું બંધ ન કરતો હતો.

જેનાથી કંટાળીને મનીષાએ પોતાના જન્મદિવસના દિવસે ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું. જાણવા મળી રહ્યું છે કે મનીષાના જન્મદિવસના, દિવસે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પુરણને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મનીષાનો ફોટો મૂક્યો હતો અને તેમાં કોમેન્ટમાં આઇ લવ યુ લખ્યું હતું. ત્યારબાદ મનીષાએ ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*