રોડના કિનારે ઉભેલા ટ્રકની પાછળ બસ ઘુસી જતા સર્જાયો ભયંકર અકસ્માત… 4 લોકોના દર્દનાક મોત…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી બસ રોડના કિનારે ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ છે. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જ્યારે અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના રાજસ્થાનના પ્રતાપગઢમાંથી સામે આવી રહી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટના આજરોજ સવારે લગભગ સાડા 4 વાગ્યાની આસપાસ બની હતી. નેશનલ હાઈવે 56 પર 41 મુસાફરોથી ભરેલી એક બસ જઈ રહી હતી. જાણવા મળી રહ્યું છે કે બસમાં સવાર મુસાફરો શનિ મહારાજ અને સાંવલીયા જીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

મુસાફરો સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ ચિત્તોડગઢ જવા માટે રવાના થયા હતા. હજુ તો બસ બે કિલોમીટર ચાલી હશે ત્યાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બસમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ઉપરાંત બસમાં સવાર અન્ય કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે રોડના કિનારે એક ટ્રક ઉભો હતો, આ ટ્રકની પાછળ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઘૂસી ગઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*