વધુ એક યુવકનું રખડતા ઢોરના કારણે કરુણ મોત… બાઈક લઈને ઘરે જમવા જતાં 24 વર્ષના યુવકને રસ્તામાં એવું દર્દનાક મોત મળ્યું કે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ઉપરાંત રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે. ત્યારે પાટણમાં બનેલી વધુ એક હતી એવી જ ઘટના સામે આવી રહી છે. પાટણમાં ગુરૂવારના રોજ સાંજના સમયે બાઇક સવાર યુવકને રખડતા આખલાએ અડફેટેમાં લીધો હતો.

આ કારણોસર યુવકનું કરુણ મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે રખડતા આખલાએ બાઇક સવાર યુવકની છાતીમાં શિંગડું ઘુસાવી દીધું હતું અને તેને ફાંગોળીને જમીન પર પછાડ્યો હતો. જેના કારણે યુવકના છાતીના ભાગે એને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી.

તેથી તેનું મોત થયું હતું. આ ઘટના બનતા જ યુવકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ સોલંકી રાજેશભાઈ પુનાભાઈ હતું અને તેમની ઉંમર 24 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે રાજેશ અધાર ગામમાં રહેતો હતો અને વડુ ગામે પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો.

ત્યારે ગુરૂવારના રોજ તે પોતાની બાઈક લઈને સાંજના સમયે પોતાના ઘરે જમવા માટે જતો હતો. ત્યારે રસ્તામાં એક રખડતા આખલાએ રાજેશને અડફેટેમાં લીધો હતો. જેના કારણે રાજેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પછી 108 ને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરંતુ રાજેશ ને યોગ્ય સારવાર મળે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. આ ઘટના બનતા જ રાજેશના પરિવારજનો અને તેના ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*