રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલાનો બાઇક સવાર બે યુવકે પીછો કર્યો… પછી તો કંઈક એવું બન્યું કે…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને મહિલાઓ સાથે બનતી ચેઇન સ્ક્રેચિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.

આ ઘટનામાં એક બાઈક પર સવાર બે યુવકોએ ચાલીને જતી મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન છીનવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઈન્દોરમાં આજરોજ બની હતી. જાણવા મળી રહ્યું છે કે, એક મહિલા ચાલીને રસ્તા ઉપર જતી હતી. આ દરમિયાન બાઈક પર સવાર બે યુવકો મહિલાનો પીછો કરી રહ્યા હતા. થોડીક વાર બાદ બાઈક પર સવાર બંને યુવકો મહિલાથી આગળ ચાલ્યા જાય છે.

પછી આગળ જઈને બાઈક ફેરવે છે અને ત્યારબાદ મહિલાની બાજુમાંથી ખૂબ જ સ્પીડમાં પોતાની બાઈક કાઢે છે. આ દરમિયાન બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ મહિલાના ગળામાંથી સોનાનો દોઢ તોલાનો ચેઇન છીનવી લે છે. ત્યારબાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.vસમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટના બાદ મહિલા તાત્કાલિક પોતાના ઘરે પહોંચી હતી અને પછી ઘટનાની વાત પોતાના પતિ અને પરિવારજનોને કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી. હાલમાં તો પોલીસી સીસીટીવી ફૂટેજના આધારે અરજી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*