ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટની આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કરુણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનું ડેન્ગ્યુ થઈ જવાના કારણે મોત થયું છે.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ રપુ કુમાર હતું અને તેની ઉંમર લગભગ 24 વર્ષની હતી. ગુરૂવારના રોજ સાંજના સમયે લગભગ સાત વાગ્યાની આસપાસ રપુનું મોત થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે બીમાર હોવાના કારણે તેને મંગળવારના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારે ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે મોત થતા જ અન્ય વિદ્યાર્થીઓએ કોલેજ અને હોસ્પિટલના સંચાલકો પર ગંભીર આક્ષેપ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હોસ્ટેલમાં ગંદકીના લીધે મચ્છરો વધી ગયા હતા. જેના કારણે રપુ કુમાર નામના વિદ્યાર્થીને ડેન્ગ્યુ થઈ ગયો હતો. આ ઉપરાંત આરોપ લગાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીને ડેન્ગ્યુ થયો હતો છતાં પણ તેને રજા આપવામાં આવી ન હતી.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલમાં ગંદકી હોવાના કારણે વિદ્યાર્થીને ડેન્ગ્યુ થઈ ગયો હતો. જેના કારણે તેનું મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment