સ્કુટી પર સવાર સફાઈ કર્મચારીને ઝડપી ઈકો કાર ચાલકે ઉડાડયા… સફાઈ કર્મચારીનું ઘટનાસ્થળે કરુણ મોત…

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તે વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલ અથવા તો બેદરકારીના કારણે નિર્દોષ લોકોનો જીવ જતો રહેતો હોય છે. ત્યારે હાલમાં બનેલો એવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે.

ગુરૂવારના રોજ બનેલી આ અકસ્માતની ઘટનામાં સ્કૂટી પર સવાર એક સફાઈ કર્મચારીને ઝડપી કાર ચાલકે પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કુટી પર સવાર સફાઈ કર્મચારી હવામાં ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. આ કારણોસર તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જેથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે કારને કબજામાં લઈને આરોપી કાર ચાલક સામે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના અમરોહામાં નેશનલ હાઈવે 9 પર બની હતી. અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ રાત્રિના સમયે બની હતી. અહીં 50 વર્ષના સફાઈ કર્મચારી અશોકભાઈ પોતાની સ્કુટી પર સવાર થઈને જઈ રહ્યા હતા.

ત્યારે પાછળથી આવી રહેલી એક ઝડપી ઇકો કારે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં સ્કૂટી પર સવાર અશોકભાઈને ગંભીર ઇજા પહોંચતી હતી. આ કારણોસર તેમનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી હતી. અશોકભાઈના મોતના સમાચાર મળતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*