ભરૂચમાં નોકરી પરથી ઘરે આવતા 4 જીગરી મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… ચારેયનું એકસાથે દર્દનાક મોત…

ગુજરાતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અકસ્માતની ઘટનાને લઈને વાત કરીએ તો ભરૂચના નજીક હાઇવે પર આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. અહીં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ચાર યુવકે ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા ચારે યુવકો આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા હતા. એક જ ગામના ચાર યુવકોના એક સાથે દર્દનાક મોત થતાં આખું ગામ હિબકે ચડ્યું છે.

ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા ચારે યુવકો ભરૂચમાં નોકરી કરતા હતા. નોકરી પરથી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

જ્યારે મિત્રો કારમાં સવાર થઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટનામાં ચારેયના મોત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. એક જ ગામમાં એક જ ફળિયામાં રહેતા ચાર યુવકો દરરોજની જેમ ભરૂચ નોકરી કરવા માટે ગયા હતા.

અહીં તે રવિ રતના મોટર્સમાં અને શોરૂમમાં કામ કરતા હતા. નોકરી પૂર્ણ થયા બાદ ચારેય મિત્રો અલ્ટો કાર લઈને ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માતો સર્જાયો તો ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા ચારેય યુવકો તેમના માતા-પિતાના એકના એક જ સંતાન હતા. આ ઘટના બનતા જ ચાર હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*