વડોદરામાં વડાપાવની લારી ચલાવતા 26 વર્ષના યુવકનો હાર્ટ એટેક આવતા કરુણ મોત… પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો…

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. વડોદરામાં 26 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. વડોદરાના કરોલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે રહેતા 26 વર્ષના યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.

ત્યાર પછી તો તેને સારવાર મળે તે પહેલા તો યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે અને ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ વધારે પડતા જોવા મળી રહ્યા છે.

તેવો જ કિસ્સો વડોદરામાં બનેલો છે. આ ઘટનામાં વડાપાવ ની લારી ચલાવતા અજય પ્રદીપભાઈ જાદવ નામના 26 વર્ષના યુવકને અચાનક જ બુધવારના રોજ રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલે યુવકને એમ થયું કે તેને એસિડિટી થઈ હશે એટલે તેને આઈસ્ક્રીમ ખાધો હતો.

જેનાથી તેને શરીરમાં થોડીક શાંતિ મળી હતી. ત્યારે ગુરુવારના રોજ ફરી યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટીઓ થવા લાગી હતી. એટલે પરિવારના સભ્યો અજાવીને સારવાર માટે દવાખાને લઈ ગયા હતા. જ્યાં અજયની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

અજયના મોતના સમાચાર મળતા જ એના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે અજયને સવારે 8:00 વાગ્યાની આસપાસ અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો. પછી અચાનક જ તેને ઉલટી થઈ હતી અને ત્યારબાદ તેનું શરીર ઢીલું પડી ગયું હતું .પછી આ દુઃખદ ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*