રાજકોટમાં રૂમ પાર્ટનરે મજાક મજાકમાં યુવકનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

રાજકોટ શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. યુવકનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના જ રૂમ પાર્ટનરે લીધો છે. વિગતવાર વાત કરીએ તો રણછોડ નગરમાં રહેતા અને પીતાંબરી કુરિયરમાં કામકાજ કરતો હરવિંદસિંહ રામબ્રિજ પરમાર નામના 20 વર્ષનો યુવક પોતાના રૂમ પાર્ટનર દોલતરામ સાથે રહેતો હતો.

મળતી માહિતી અનુસાર દોલતરામે જે 20 વર્ષના હરવિંદસિંહનો જીવ લઇ લીધો છે. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુ પામેલો યુવક અને આરોપી યુવક બંને એક જ રૂમમાં રહેતા હતા. ગઈકાલે રાત્રે હરવિંદસિંહ દ્વારા પોતાના રૂમ પાર્ટનર દોલતરામનો મોબાઇલ છુપાવી મજાક મસ્તી કરતો હતો. આ દરમિયાન દોલતરામ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો અને તેને હરવિંદસિંહ સાથે ઝઘડો કર્યો હતો, ત્યારબાદ બંને બથોબથ આવી ગયા હતા.

બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા દોલતરામે પોતાના રૂમ પાર્ટનર હરવિંદસિંહનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. પછી તેને ભાનમાં લાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે ભાનમાં ન આવ્યો.

એટલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*