બહેનને મળીને ઘરે જતા ભાઈને ઝડપી કાર ચાલકે ઉડાડી નાખ્યો… ભાઈનું રિબાઈ રિબાઈને કરુણ મોત…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને ઘણી અકસ્માતની ઘટનાઓમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોનું મોત થતું હોય છે. ત્યારે હાલમાં બનેલો તેવો જ એક અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક બેકાબુ કારચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું મોત થયું છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ કૃષ્ણકુમાર હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. આ અકસ્માતની ઘટના બુધવારના રોજ બિહારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મંગળવારના રોજ કૃષ્ણ બપોરના સમયે પોતાની બહેનને મળવા માટે ગયો હતો. બુધવારના રોજ તે પોતાની બહેનના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક બેકાબૂ કારે તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. ત્યારબાદ ઘટનાની માહિતી મળતા યુવકના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

પછી પોતાના દીકરાના મૃતદેહને લઈને ગામ પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક બે ભાઈઓ અને બે બહેનોમાં બીજા નંબરે હતો. આ ઘટના બનતા જ એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*