ઝડપી કાર ચાલકે ગર્ભવતી મહિલાને લગાવી જોરદાર ટક્કર, મહિલાનું રિબાઈ રિબાઈને કરુણ મોત… અઢી વર્ષની દીકરી માં વગરની થઈ ગઈ…

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કારચાલકની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાનું કરુણ મોત થયું છે. આ ઘટના બનતા જ મહિલાના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ભયંકર અકસ્માતની ઘટના આજથી 10 દિવસ પહેલા હરિયાણાના પાણીપત શહેરના નેશનલ હાઈવે 44 ઉપર બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં લગભગ દસ દિવસની સારવાર બાદ મહિલાનો કરુણ મોત થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી કાર ચાલક સામે જીવ લેવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ શિવાની હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી.

શિવાની એક ઓક્ટોબરના રોજ પોતાના ઘરેથી ફેક્ટરીએ જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી કારે મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં 10 ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના બનતા જ મહિલાની અઢી વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*