ઝડપી કાર ચાલકે બાઈક પર સવાર બે સગા ભાઈઓને કચડી નાખ્યા… બંને ભાઈઓનું એક સાથે રીબાઈ રિબાઈને કરુણ મોત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ સાંજના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સાંજના સમયે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક કાર ચાલકે બે સગા ભાઈઓને કચડી નાખ્યા હતા. જેના કારણે બંને ભાઈઓનું કરુણ મોત થયું છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલકે અન્ય એક બાઈકને પણ ટક્કર લગાવી હતી. પછી બેકાબુ બનેલી કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે અકસ્માતની ઘટનામાં કાર ચાલકે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બે સગા ભાઈઓ અને એક કાર ચાલકનું મોત થયું છે.

આ ઘટના બનતા જ એકની એક બહેને બે ભાઈઓ ગુમાવ્યા છે. આ ઘટના રાજસ્થાનના અલવરમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જાણવા મળી રહ્યું છે કે, મંગળવારના રોજ સાંજના 7:00 વાગ્યાની આસપાસ એક કારે સામેથી આવી રહેલી બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઈક પર સવાર 22 વર્ષના વેદ પ્રકાશ અને 20 વર્ષના ચંદ્ર મોહન નામના બે સગા ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર અજરુ નામના વ્યક્તિનું મોત થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. એક સાથે બે સગા ભાઈઓના મોત પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*