આજકાલે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો આપણને ખડખડાટ હસાવી દેતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં એક વ્યક્તિને ઝેરીલા સાપનો વિડીયો ઉતારવો ભારે પડી ગયો છે. જ્યારે વ્યક્તિ સાપનો વિડીયો ઉતારી રહ્યો હોય છે. ત્યારે સાપ તે વ્યક્તિ સાથે કંઈક એવું કરે છે કે વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃક્ષ પાછળ એક ઝેરીલો સાપ જોવા મળી રહ્યો છે. સાપ ત્યાં આરામ કરતો નજરે પડી રહ્યો છે. ત્યારે ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિની નજર આ સાપ ઉપર પડી હતી. એટલે તે વ્યક્તિએ તરત જ પોતાનો ફોન બહાર કાઢ્યો હતો અને સાપનો વિડીયો બનાવવા લાગ્યો હતો.
વિડીયો બનાવાના ચક્કરમાં યુવક સાપની ખૂબ જ નજીક જતો રહ્યો હતો. ત્યારે અચાનક જ ઝેરીલા સાથે તે વ્યક્તિના મોઢા ઉપર ડંખ મારી દીધો હતો. પછી તે વ્યક્તિ સાથે શું થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર rdsd.cubic નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખૂબ જ ડરી ગયા છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે વીડિયોના ચક્કરમાં આ રીતે પોતાનો જીવ જોખમમાં ન નાખવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment