ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગુજરાતના વધુ એક બાળકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જામનગરના 13 વર્ષના બાળકનું મુંબઈમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જાણવા મળી રહ્યું છે કે મુંબઈમાં અભ્યાસ કરતો 13 વર્ષનો ઓમ સચિનભાઈ નામનો બાળકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા સચિનભાઈ નામના વેપારીના 13 વર્ષના દીકરા ઓમનું મુંબઈમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
ઓમના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. 13 વર્ષનો ઓમ મુંબઈમાં અભ્યાસ કરતો હતો. આજરોજ સવારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો.
આ કારણોસર તેનું મોત થયું હતું. ત્યારે ઓમના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યું છે. આજરોજ બપોરના સમયે હોમ ની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment