રોડ પર અંધારું હોવાના કારણે બાઈક સવાર યુવકને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત…

છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ મનોહર હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. મનોહર સોમવારના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ દશેરા ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં મનોહરની બાઈક એક ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી.

જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે રાત્રે રોડ પર અંધારું હોવાના કારણે મનોહરને આગળ જતી ટ્રોલી દેખાણી નહીં અને આ ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં મનોહર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા પછી તો ઘટનાની માહિતી મળતા મનોહરના મિત્રો અને પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યાર પછી મનોહરને જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*