ઉતાવળ બની ગઈ મોતની સજા…! ટ્રેલર અને સામેથી આવતી કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… કારમાં સવાર 2 ભાઈઓના કરુણ મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ઘણી વખત ઉતાવળના કારણે ભયંકર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઓવરટેક કરવાના પ્રયાસમાં એક સ્વિફ્ટ કારની સામેથી આવતા ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલે જોરદાર હતી કે કાર 30 ફુટ ફંગોળાઈને દૂર જઈને પડી હતી. અકસ્માતની ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા બે પિતરાઈ ભાઈઓના એક સાથે કરુણ મોત થયા હતા. જ્યારે કારમાં સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ઘટના સોમવારના રોજ બપોરના સમયે રાજસ્થાનના બાડમેરમાં બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના નેશનલ હાઇવે 68 પર બની હતી.

અહીં હાઇવે રોડ પર એક સ્વીફ્ટ કાર ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સામેથી આવતા ટ્રેલર સાથે કાર અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પાછળથી આવતી એક સ્કોર્પિયો કાર પણ સ્વીફ્ટ કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 21 વર્ષના અશોક અને 22 વર્ષના મનોજ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મૃત્યુ પામેલા બંને યુવકો સંબંધમાં એકબીજાના પિતરાઈ ભાઈઓ થાય છે. જ્યારે ઘટનામાં કારમાં સવાર અશોકની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ અશોકની પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘટનાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ભયંકર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં તો પોલીસી સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*