ઝડપી ડમ્પર ચાલકે ચાલીને માતાજીના મઢે દર્શન કરવા જતા યુવકને કચડી નાખ્યો… યુવકનું કમકમાટી ભર્યું મોત…

ગુજરાતમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માળિયા કચ્છ હાઇવે પાસે એક ડમ્પર ચાલકે માતાજીના મઢે દર્શને જતા પદયાત્રીઓને અડફેટેમાં લીધા હતા.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને માળિયા પોલીસે ફરિયાદ નોંધને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

જાણવા મળી રહ્યું છે કે, મહેશભાઈ નામના વ્યક્તિ ચાલીને માતાજીના મઢે દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમના માસીનો દીકરો કિશન પણ હતો. આ ઉપરાંત તેમના ગામના જેરામભાઈ, ગોરધનભાઈ અને પ્રકાશભાઈ નામના વ્યક્તિઓ તેમની સાથે ચાલીને માતાજીના મઢે દર્શન કરવા માટે ગયા હતા.

ત્યારે તેઓ રાત્રે અઢી 1:00 વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામ ની આગળ દેવ સોલ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતા એક ડમ્પર ચાલકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં પ્રકાશભાઈ, જેરામભાઈ અને ગોરધનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યાર પછી ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ઘટનામાં પ્રકાશભાઈ ને ગંભીર ઈજા પહોંચવાના કારણે તેમનું કરુણ મોત થઈ ગયું હતું. જ્યારે ગોરધનભાઈ અને જેરામભાઈની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*