ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે હાર્ટ અટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 20 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાના કારણે કરૂણ મોત થયું છે.
ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવારજનો અને સગા-સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, કબડી મેચ સિલેક્શન રાઉન્ડમાં તેજસ નામના 20 વર્ષના વિદ્યાર્થીને અચાનક જ ઉલટી થઈ હતી અને પછી તે બેભાન થઈ ગયું હતું. પછી તેજસને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેજસની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ હાર્ટ એટેકનો બનાવ ઇન્દોરમાંથી સામે આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, તેજસ જે કોલેજમાં અભ્યાસ કરે છે ત્યાં સોમવારના રોજ બપોરના સમયે કબડી મેચ માટે સિલેક્શન રાઉન્ડ ચાલી હતો.
તેજસ પણ કબાડીની પ્રેક્ટિસ કરતો હતો અને તે સંપૂર્ણ રીતે. થોડીક કસરત કર્યા બાદ જ્યારે તેજસ મેદાનમાં આવ્યો ત્યારે અચાનક જ તેને ઉલટી થઈ હતી અને પછી તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બનતા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરત જ તેજસ પાસે પહોંચી આવ્યા હતા અને પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેજસની તપાસ કર્યા બાદ તેને અ.મૃત જાહેર કર્યા હતા. તેજસના મોતના સમાચાર મળતા જ તેના માતા પિતાએ હૈયાફાટ રુદન કર્યું હતું.
જાણવા મળી રહ્યું, પ્રેક્ટિસ કરતો હતો ત્યારે અચાનક જ તેજસ મેદાનની બહાર જઈને બેસી ગયો હતો. ત્યારબાદ તેને એસીડીટીની દવા આપવામાં આવી હતી. ત્યારે અચાનક જ તેને ઉલટી થઈ હતી અને પછી તે બેભાન થઈ ગયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment