વડોદરામાં 2 શખ્સોએ મળીને 24 વર્ષના યુવકનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો… પછી યુવકના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે…સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે થોડાક દિવસો પહેલા બનેલી એક જીવ લેવાની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. વિગતવાર વાત કરીએ તો, ગોધરા તાલુકાના અસારડી ગામની સીમામાં આવેલી મુખ્ય નર્મદા કેનાલ પાસે એક 24 વર્ષના યુવાનનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં પરંતુ પુરાવા નાશ કરવા માટે યુવકના મૃતદેહને નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકમાં કલોલ તાલુકાના બાકરોલ ગામે રહેતા અશોકભાઈ ભીમસિંહ ગોહિલ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત એક તારીખના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ કંપનીમાં રજા હોવાના કારણે મારો દીકરો બાલરાજ મારી દીકરી મનીષાના ઘરેથી અમારા ઘરે આવ્યો હતો.

પછી બે તારીખના રોજ સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ મારો છોકરો અમને કંઈ પણ કર્યા વગર ઘરેથી બહાર જતો રહ્યો હતો. પછી અમે અને આજુબાજુના લોકોએ મળીને તેની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારે ચાર તારીખના રોજ બપોરના સમયે ફોન આવ્યો કે, હું તમારા છોકરા બલરાજ સાથે હાલોલની કંપનીમાં નોકરી કરું છું.

એને મને કહ્યું કે તમારા છોકરા એ કેવા કલરના કપડા પહેરેલા છે? ત્યારે મેં તેમને જણાવ્યું કે, મારા છોકરાએ વાદળી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. ત્યારે તેમને મને જણાવ્યું કે, “તમે સમા નર્મદા કેનાલના પુલ પાસે આવો” ત્યાર પછી ફોન કટ થઈ ગયો હતો. પછી હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં કેનાલની વચ્ચોવચ એક વ્યક્તિનું મૃતદેહ તરતું હતું.

તેના પહેરેલા કપડાં પરથી મને ખબર પડી ગઈ કે આ મારો છોકરો બલરાજસિંહ છે. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રાથમિક કારણમાં જાણવા મળ્યું કે યુવકનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે. ત્યાર પછી પોલીસે અજાણ્યા શખ્સો સામે જીવ લેવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ત્યાર પછી પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરી ત્યારે તેમને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપીઓએસ સૌપ્રથમ બલરાજસિંહનું ગળું દબાવી દીધું હતું અને પછી તેના મૃતદેહને નર્મદા કેનાલમાં ફેંકી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં બલરાજસિંહનો જીવ લઇ લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*