ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શિવ શક્તિ કોલોની માં રહેતા અને સ્ટલિંગ હોસ્પિટલમાં ખરજ બજાવતા 45 વર્ષના કમલેશભાઈ મકવાણા નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
જાણવા મળી રહ્યું છે કે કમલેશભાઈ ગઈકાલે સાંજે બાઈક પર પોતાના મિત્ર સાથે આટો મારવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓ અચાનક જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ગયું હતું.
કમલેશભાઈનું મોત થતા જ દસ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાની જાણ થયા બાદ યુનિવર્સિટી પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી.
જાણવા મળી રહ્યું છે કે કમલેશભાઈ બે ભાઈઓમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક 10 વર્ષની દીકરી હતી. જાણવા મળી રહ્યું છે કે, કમલેશભાઈ 20 વર્ષ સુધી વોકહાર્ટ હોસ્પિટલમાં કેથલેબ વિભાગમાં હાર્ટ સર્જન સાથે ફરજ બજાવી હતી.
હાલમાં કમલેશભાઈ સ્ટલિંગ હોસ્પિટલમાં કેથલેબ વિભાગમાં ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે કલ્પેશભાઈ પોતાના મિત્ર સાથે બહાર આટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ જમીન પર ઢળી પડ્યા હતા.
ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેમનો જીવ બચી શક્યો ન હતો. કલ્પેશભાઈનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટના બનતા જ 10 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment