દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પાંચ વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. રવિવારના રોજ મોડી સાંજના સમયે એક 5 વર્ષના બાળકનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જ બાળકના પરિવાર અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. પામેલા બાળકનું નામ ચંદન કુમાર હતું અને તેની ઉંમર પાંચ વર્ષની હતી. પાંચ વર્ષનો માસુમ બાળક તળાવમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું.
આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે ગામના કેટલાક યુવકો તળાવમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન પાંચ વર્ષનો બાળક પણ તેમની સાથે ગયું હતું. ત્યારે બાળકનો પગ કાદવમાં ફસાઈ ગયો હતો અને તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ બાળકના પરિવારના સભ્યો અને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી બાળકને તળાવમાંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
માત્ર પાંચ વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ માસુમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે બાળક રમતા રમતા તળાવ પાસે પહોંચ્યો હતો અને અહીં પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment