લ્યો બોલો..! સરકારી બસમાં મુસાફરી કરતા વાંદરાનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને ખડખડા હસી પડશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે હસી પડીએ છીએ. સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે જ્યાં રોજ નવા નવા વિડીયો સામે આવતા હોય છે. જે વીડિયોમાં કેટલાક પોતાની પ્રતિભાને બહાર લાવીને વિડિયો શેર કરતા હોય છે.

ક્યારેક એવા રમુજી વિડિયો પણ શેર કરતા હોય છે, ઘણી વખત તો એવા વિડિયો વાયરલ થાય છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વાંદરાનો છે. વાંદરાઓ એટલા હોશિયાર હોય છે કે ક્યારેક તેઓ માણસોને પણ છેતરે છે.

પરંતુ તમે ક્યારેય બસમાં વાંદરાને મુસાફરી કરતા જોયો છે, તે પણ વિન્ડો સીટ પર ? જો તમે ના જોયો હોય તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો જુઓ. જ્યારે લોકોએ વીડિયોમાં આ વાંદરા ને જોયો તો કેટલાક લોકોએ તેમના મિત્રો અને ભાઈ બહેનોને ટેગ કરવાનું પણ શરૂ કર્યું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો સીટ પર ખુશીથી બેઠો છે અને આરામથી મુસાફરી કરી રહ્યો છે. નવાઈની વાત એ છે કે વાંદરો જે રીતે ખુલ્લી બારીમાંથી બહાર જોતો મુસાફરી કરી રહ્યો છે, તેને જોઈને લાગે છે કે તેણે આ માટે યોગ્ય બુકિંગ કરાવ્યું છે.

આ વિડીયો એટલો રસપ્રદ છે કે વાંદરો માણસોની જેમ વારંવાર બહાર ડોકિયું કરીને પ્રવાસની મજા લેતો જોવા મળે છે. અહીં હાજર મુસાફરોને વાંદરાની વાત કરતા સાંભળવા મળે છે, જ્યારે જોવામાં આવે તો અન્ય લોકો તેનો વિડીયો બનાવી રહ્યા છે.

આ વિડીયો અંગે લોકોએ દાવો કર્યો છે કે આ વિડીયો કર્ણાટકનો છે અને બસ કર્ણાટક સરકારની છે. આ વીડિયોને @NanuVokkaliga નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સેકડો લોકોએ લાઈક કર્યો છે અને કોમેન્ટ પણ કરી છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*