ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના અમદાવાદના એસજી હાઇવે પર બની હતી. એસજી હાઇવે પર અવારનવાર બેફામ ડ્રાઇવિંગ કરતા લોકોના કારણે ઘણા માસુમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર ચાલકે બાઈક પર સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર યુવકનું મહત્વ થયું છે. આ અકસ્માતની ઘટના એસજી હાઇવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર બની હતી.
અહીં બ્રિજ પર એક ઝડપી કાર ચાલકે બાઈક પર સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક 15 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરથી અમદાવાદ આવ્યો હતો. પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર મામલે કારચાલકની ટ્રાફિક પોલીસે અટકાયત કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અકસ્માતની ઘટના બની ત્યારે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પહેલા પણ તમે ઘણી વખત એ જી હાઇવે પર બનેલી ઘણી ભયંકર અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment