વલસાડમાં નોકરી પરથી ઘરે જતા વ્યક્તિને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાળ ચાર રસ્તા પાસે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવક પોતાની મોપેડ લઈને ઘરે આવી રહ્યો હતો.

ત્યારે રસ્તામાં ખાડાના કારણે તેની મોપેડ સ્લીપ ખાઈ ગઈ હતી અને તે અકસ્માતનો શિકાર બન્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ પારડી પોલીસ અને મૃત્યુ પામેલા યુવકના પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ ભીખુભાઈ નારણભાઈ પટેલ હતું અને તેની ઉંમર 34 વર્ષની હતી.

ભીખુભાઈ વાપી એલ.આઇ.સી ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ પોતાની ફરજ પૂરી કરીને મોપેડ લઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં પડેલા ખાડાના કારણે ભીખુભાઈની મોપેડ સ્લીપ ખાઈ ગઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં ભીખુભાઈના માતાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી આ કારણસર તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા ભીખુભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*