આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે જેને જોઈને કે સાંભળીને આપણે ધ્રુજી જઈએ છીએ. ઘણી વખત સોશિયલ મીડિયા પર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે.
હાલમાં આવી જ એક ઘટના સુરતમાં બની છે, સુરતના સોસીયો સર્કલ પાસે આવેલી કંપનીમાં અઠવાડિયા અગાઉ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કમ્પ્રેસર ની પાઇપ ફાટવાની સાથે સાથે કમ્પ્રેસર ની ટાંકી માથે પડી હતી.
જેથી કંપનીમાં કામ કરતાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થતા કર્મચારીઓ સહિત પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
વિગતવાર જાણીએ તો સોસીયો સર્કલ પાસે આવેલી જ્યોતિ ક્રાફ્ટ નામની કંપનીમાં કમ્પ્રેસર નો પાઈપ ફાટી ગઈ હતી. જેથી જેઠરામ નામનો યુવક આઠ દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હતો. જેને ગંભીર ઈજાઓ પહોંચી હતી,
જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની તબિયત ખૂબ જ નાજુક હતી જેથી તબિયતમાં કોઈ સુધારો ન થતા તેનું મોત નીપજ્યું હતું. કમ્પ્રેશનની પાઇપ ફાટીયા બાદ ટાંકી માથે પડતા ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment