રસ્તાની વચ્ચોવચ બે આખલાઓ આવ્યા બથોબથ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં રખડતા ઢોરોને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રખડતા ઢોરોને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે.

હાલમાં આવો જ એક કિસ્સો ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વર ના ભડકોદ્રા ગામના શિવ મંદિર પાસે આખલાઓના યુદ્ધમાં બાઈક સવારને અડફેટે લીધો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં રખડતા પશુઓને પગલે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. રખડતા ઢોરોને કારણે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગતરોજ સાંજના સમયે ભડકોદ્રા ગામના શિવ મંદિર પાસે બે આખલાવો વચ્ચે જંગ ફેલાતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

રસ્તા પર બે આંખલાઓ ઝઘડતા ઝઘડતા ભાગવા લાગ્યા જેના કારણે ચારે તરફ અફરાતફરી મચી ગઈ હતી. આખલાઓના યુદ્ધને પગલે ત્યાંથી પસાર થઈ રહેલ બાઈક સવારને આંખલાએ અડફેટે લેતા તે બાઈક ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાઓ પહોંચવાને કારણે તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આ રખડતા પશુઓની પકડી યોગ્ય સ્થળે મુક્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. રખડતા ઢોરોને કારણે ઘણા લોકને પોતાના જીવ ગુમાવવા પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*