હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે એક મહિલાનું મોત થયું છે. મહિલાનો પગ લપસી જવાના કારણે તે તળાવમાં પડી ગઈ હતી અને પછી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મહિલાને તળાવમાંથી બહાર કાઢીને 108 ની મદદથી સારવાર માટે લીંબડીની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
મૃત્યુ પામેલી મહિલાનું નામ ગીતાબેન રાજેશભાઈ ગામી હતું અને આશરે તેમની ઉંમર 50 વર્ષની આસપાસની હતી. જાણવા મળી રહ્યું છે કે ચોરણીયા ગામે નાગવાણ નામનો તળાવ આવેલું છે. આ તળાવમાં ગામની મહિલાઓ કપડાં ધોવા માટે જાય છે.
ત્યારે ગીતાબેન પણ તળાવમાં કપડાં ધોવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ તેમનો પગ લપસ્યો હતો અને તેઓ તળાવમાં પડી ગયા હતા. પછી તો ગીતાબેન ને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 108 ની મદદ થી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગીતાબેન ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment