ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી બાઈક ચાલકની બેદરકારીના કારણે ઘરની બહાર રમી રહેલા માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતી ઝડપી બાય કે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટના બનતા જ માસુમ બાળકના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા બાળકના પિતાની ફરિયાદના આધારે આરોપી બાઈક ચાલક વિરુધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના પ્રયાગરાજ માંથી સામે આવી રહી છે.
ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ સમક્ષ હતું અને તેની ઉંમર 9 વર્ષની હતી. સાંજના સમયે સમક્ષ સાયકલ લઈને ઘરની બહાર રમવા માટે ગયો હતો. ત્યારે એક ઝડપી બાઈકે સમક્ષને જોરદાર ટક્કર લગાવી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પછી બાળકને ઉપાડીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સમક્ષ અને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં ભારે ઓબાળો મચી ગયો હતો. પછી તો હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દીકરાના માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો સમક્ષ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો.
આ ઘટનામાં એક બાઈક ચાલકની બેદરકારીના કારણે પરિવારે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો છે. હાલમાં તો ઘટનાને લઈને પોલીસે સમક્ષના પિતાની ફરિયાદના આધારે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment