ઝડપી ટેન્કર ચાલકે બાઈક સવાર 25 વર્ષના યુવકને કચડી નાખ્યો… મિત્રની નજર સામે મિત્રનું કરુણ મોત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટેન્કર ચાલકની બેદરકારીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, દૂધના ટેન્કર ચાલકે એક બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક સવાર યુવકનું કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળે જ ટેન્કર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપી દેવામાં આવી હતી.

માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ અકસ્માતની ઘટના હાથરસ માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઉંમર 25 વર્ષની હતી. યુવક તેના મિત્રો સાથે શ્રી દાઉજી મહારાજના દર્શન કરવા માટે ગયો હતો.

અહીં દર્શન કરીને તે પોતાના મિત્ર સાથે પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન યુવક એકલો બાઈક ચલાવી રહ્યો હતો. જ્યારે તેના સાથી મિત્રો અન્ય બાઈક પર પાછળ આવી રહ્યા હતા. આ દરમિયાન ઉપાડ ઝડપે આવી રહેલા દૂધના ટેન્કર ચાલકે બાઈક પર સવાર સાજીદને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં સાજીદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ તેના મિત્રો સાજીદને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ તેની તબિયતમાં સુધારો ન આવતા તેને આગ્રા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. સાજીદ ના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર થઈ ગયેલા ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*