ગુજરાતમાં દિવસેને દિવસે સુસાઈડના બનાવો વધી રહ્યા છે. ત્યારે જેતપુરમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ઝેરી પદાર્થ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
યુવકે કયા કારણોસર સુસાઇડ જેવું મોટુ પગલું ભરી લીધું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં તો ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. વિગતવાર વાત કરીએ તો જેતપુરના સાડીના કારખાનામાં કામ કરતા એક યુવકે સોડીયમ પીને સુસાઇડ કરી લીધું હતું.
આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. સુસાઇડ કરનાર યુવકનું નામ જય બોસમિયા હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. જય જેતપુર શહેરમાં શ્રી પાર્ક વિસ્તારમાં રહેતો હતો અને તે ફૂલવડી વિસ્તારમાં આવેલા રાધેશ્યામ રંગાટના સાડી ના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.
ત્યારે જયે કોઈ અગમ્યા કારણોસર કારખાનામાં વપરાતું સોડિયમ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ જયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment