લવ મેરેજ બાદ 23 વર્ષના યુવકે પોતાના શરીર ઉપર આગ લગાવીને સુસાઈડ કરી લીધું… જાણો યુવક સાથે એવું તો શું બન્યું હશે…

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ કારણોસર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું રિબાઈ રિબાઈને મોત થયું હતું. યુવકના સુસાઇડ પાછળનું કારણ જાણીને રૂવાડા ઉભા થઈ જશે.

જાણવા મળી રહ્યું છે કે યુવકના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં યુવકે લખ્યું હતું કે, મારા મૃતદેહને કોઈ સ્પર્શ ન કરી શકે એટલા માટે હું સળગીને જીવ ટૂંકાવી રહ્યો છું.  જાણવા મળી રહ્યું છે કે આ ઘટના મંગળવારના રોજ રાજસ્થાનમાં બની હતી.

સુસાઇડ કરનારી યુવકનું નામ ગૌરવ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. ગૌરવ મંગળવારના રોજ પોતાના ઘર પાસે આવેલા સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. અહીં તેને પોતાના શરીર ઉપર પેટ્રોલ રેડીયું હતું અને ત્યારબાદ પોતાના જ શરીરને આગ લગાવી દીધી હતી.

જાણવા મળી રહ્યું છે કે, ગૌરવનું મૃતદેહ સાડા નવ વાગ્યાની આસપાસ મળી આવ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ત્યારે જાણવા મળ્યું કે ગૌરવ સોમવારના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ સ્મશાન તરફ જતો નજરે પડ્યો હતો. આ ઘટના બનતા જ ગૌરવના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને ગૌરવના પરિવારજનોએ જણાવ્યું કે, ગૌરવે બે વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા. પરંતુ લગ્નના પાંચ છ દિવસ બાદ તેના છૂટાછેડા થઈ ગયા હતા, ત્યાર પછી તો ગૌરવ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો.

ત્યાર પછી તે કામ પર જતો નહીં અને પોતાની રૂમમાં એકલો રહેતો હતો. જ્યારે પોલીસે ગૌરવની રૂમની તપાસ કરી ત્યારે પોલીસને અહીંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને લખ્યું હતું કે ,મારા મૃતદેહને કોઈ બીજી ન અડે એટલે હું સળગીને જીવન ટૂંકાવવું છું. હું મારી મરજીથી સુસાઇડ કરું છું, આમાં કોઈ વ્યક્તિ જવાબદાર નથી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગૌરવનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં પણ માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*