વાડીએ જતા ખેડૂતને રસ્તામાં એવું દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ખેતરે જતી વખતે એક ખેડૂત સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે આખું પરિવાર દોડ તો થઈ ગયું હતું.

વિગતવાર વાત કરીએ તો, જગત પાસવાન નામના 45 વર્ષના ખેડૂત બુધવારના રોજ સાંજના સમયે ડાંગરનો પાક જોવા માટે પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઈલેક્ટ્રીક પોલ પરથી 11000 વોલ્ટેજનો હાઈ ટેન્શન વાયર અચાનક જ તૂટીને જગતભાઈ પાસવાન પર પડ્યો હતો.

જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને જગત ભાઈના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જગત ભાઈને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ દુઃખદ ઘટના ઔરંગાબાદમાંથી સામે આવી રહી છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે.

મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારમાં તેમની પત્ની, ત્રણ દીકરીઓને એક દીકરો છે. ઘટના બનતા ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના ગામના લોકોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે પીડિત પરિવારને વળતર આપવાની માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*