હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 2 મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પુરપાડ ઝડપે જતી કાર અચાનક જ બેકાબુ થતા ઝાડ સાથે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. જ્યારે ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી ઈજાગ્રસ્ત થયેલા યુવકોને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના કાશીનગર જિલ્લામાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે પાંચ મિત્રો પોતાના એક મિત્રના જન્મદિવસની પાર્ટીમાં કાર લઈને ગયા હતા. સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાર ચલાવનાર વ્યક્તિને ઊંઘ આવી ગઈ હતી.
જેના કારણે કાર બેકાબૂ બની ગઈ હતી અને એક ઝાડ સાથે જઈને અથડાઈ હતી. ટક્કર લાગતા જ કારમાં સવાર 20 વર્ષના ગણેશ ચૌધરી અને 22 વર્ષના સલાઉદ્દીન નામના યુવકનો ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment