ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહે છે. સુરતમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન એક યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.
ત્યારબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ રાજ મોદી હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો.
ત્યાર પછી તો રાજને સારવાર મળે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. રાજના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. રાજ મોદી એલ પી સવાણી રોડ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરવા માટે જતો હતો.
જાણવા મળી રહ્યું છે કે નવરાત્રી પતિ આ બાદ તે લંડન અભ્યાસ કરવા માટે જવાનો હતો. પરંતુ તે પહેલા જ તેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટનાને લઈને પાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પરિવારના દીકરાનું નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર પોલીસે રાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment