આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને ઘણી વખત હસવું આવે છે. ઘણા વિડીયો તો એવા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે મનોરંજનનો ખજાનો લૂંટી શકો છો. સોશિયલ મીડિયા પર કોઈને કોઈ એવા વિડીયો જોવા મળે છે જે માણસોના કંટાળાને દૂર કરી દે છે.
હાલમાં આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતી સ્કૂટર પર પોતાનું સંતુલન ગુમાવે છે, જેના કારણે તે પડી જાય છે. આ પછી એક વ્યક્તિ તેની મદદ કરવા માટે આવે છે પરંતુ તે તેને વધુ મુશ્કેલીમાં મૂકે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે યુવતીઓ સ્કૂટર પર ક્યાંક જઈ રહી છે.
યુવતી કંઈક જુએ છે અને તેનું સ્કૂટર રોકવા માટે બ્રેક લગાવે છે. પરંતુ સ્કૂટરને બ્રેક લાગતી નથી અને અચાનક તે પોતાનું સંતુલન ગુમાવે છે અને સ્કૂટર નીચે પડી જાય છે. આ જોયા પછી તરત જ એક વ્યક્તિ તેમની મદદ કરવા માટે આવે છે, તે સ્કૂટર નું હેન્ડલ પકડીને ઉપાડે છે પરંતુ સ્કૂટર અચાનક ભાગવા લાગે છે.
સ્કૂટર ભાગવાને કારણે થોડી જ વારમાં તે વ્યક્તિ સ્કૂટર સાથે નદીમાં પડી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે વ્યક્તિએ સ્કૂટરને ઉપાડતા પહેલા તેને બંધ કર્યું ન હતું. 23 સેકન્ડ ના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે.
Offer assistance to accident victims in a thoughtful and resourceful manner🧐
— Wow Videos (@ViralXfun) October 3, 2023
માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર પર @ViralXfun નામના પેજ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શન માં લખ્યું છે કે અકસ્માત નો ભોગ બનેલા લોકોને સમજી વિચારીને અને કોઠાસૂઝ પૂર્વક સહાય પૂરી પાડો. આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ જાણકારી નથી પરંતુ અત્યાર સુધીમાં આ વીડિયોને 1.2 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment