પોલીસ સ્ટેશનએ જતી પાટણ પોલીસની કારણે રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ પાટણ શહેરમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે, પાટણ શિહોરી હાઇવે ઉપર માતરવાડી નજીક આવી રહેલી પોલીસની સો નંબરની ગાડી અચાનક ડિવાઇડર ની ગ્રીલ સાથે અથડાઈને પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં કારમાં સવારે ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત પસાર થઈ રહેલા એક રાહદારી યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી છે. વિગતવાર જાણીએ તો પાટણ શહેરના ડીસા હાઈવે ઉપર સરસ્વતી પોલીસ મથકે જતી પોલીસની કાર માતરવાડી નજીક સવારે 9:00 વાગ્યા આસપાસ અચાનક સીધી ડિવાઇડર ની ગ્રીલ સાથે અથડાઈને ઉછળીને પલટી મારી ગઈ હતી.

સદનસીબે બીજી તરફ જઈ રહેલા બંને બાઈક ચાલકો ગાડી અથડાય તેની પાંચથી દસ સેકન્ડ પહેલા જ પસાર થઈ જતા ડિવાઇડર અને સ્ટ્રીટ લાઈટ નો થાંભલો તેમના ઉપર પડતા રહી ગયો હતો. પોલીસની ગાડી પલટી મારી જતા અંદર સવાર કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા તેનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના કેવી રીતે બની તેમજ ગાડી સીધી ડિવાઇડર સાથે કેવી રીતે અથડાય તે તમામ બાબતો ઉપર હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

અકસ્માત સ્થળ ઉપર ઉભેલા એક વ્યક્તિએ જણાવ્યું કે ગાડી વાગડોદ પોલીસની હતી. જેમાં ત્રણ જમાદાર સવાર હતા, જે સિવિલ ડ્રેસમાં હતા, ગાડી ડિવાઇડર સાથે અથડાય ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકને અડફેટે લેતા તેને ઈજા પહોંચી છે. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*